Sep 13, 2019

જીવન Gujarati motivational story varta । ગુજરાતી વાર્તા 2022

જીવન Gujarati motivational story varta । ગુજરાતી વાર્તા 2022
gujarati motivational story with picture moral 2019

એક વખત એક વ્યક્તિ નિરાશ થઇ ને બેઠો હતો અને ભગવાન થી ખુબજ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન કંટાળી ને ભગવાન ને કેહવા લાગ્યો ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવન માંજ એવું કેમ? મારા જીવન ની કિંમત શું છે?

Gujarati story with moral

તે જ સમયે એ ત્યાં એકદમજ ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે માનવ તું નિરાશ ના થા તારે તાર જીવન ની સાચી કિંમત જાણવી છે ને? તો લે આ લાલ પથ્થર તને આપું છું. તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવન ની કિંમત સમજાશે. પરંતુ તે ધ્યાન રાખજે તારે આ પથ્થર ને વેચવાનો નથી.
તે વ્યક્તિ તે લાલા પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળ વાળા ની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલા માં ખરીદીશ?
ફળ વાળા એ લાલ પથ્થર ને ધ્યાન થી જોઈને કહ્યું આ પથ્થર ના બદલ માં તમને હું 10 સફળજન આપી શકું.
તે વ્યક્તિ એ કહ્યું ના હું આ પથ્થર ને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજી વાળા ને ત્યાં ગયો અને કહ્યું આ પથ્થર કેટલા માં ખરીદીશ?

શાકભાજી વાળા એ કહ્યું મારી જોડે થી પાંચ કિલો બટાટા લઇ જાવ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાન ના કહ્યા પ્રમાણે તે વ્યક્તિ એ પથ્થર ને વેચ્યો નહિ અને આગળ વધ્યો.

તેના પછી તે વ્યક્તિ સોની ની પાસે ગયો અને તેજ વાત કહી સોની એ તે પથ્થર ને ધ્યાન થી જોયો અને કહ્યું હું અને 3 કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે. સોની ની આ વાત સાભળી તે ખરેખર ચોકી ગયો હતો તે વ્યક્તિ એ માફી માંગી અને કહ્યું ના હું નહિ વેચી શકું અને આગળ વધ્યો.

તે આ લાલ પથ્થર ને લઈને હીરા વેચવા વાળા ની દુકાન માં ગયો. હીરા ના વેપારી ને આજ વાત કહી હીરા ના વેપારી એ તે પથ્થર નું ખુબજ ધ્યાન થી 10-15 મિનિટ નિરીક્ષણ કર્યું. અને એક રેશમી કપડું લીંધુ અને તે લાલ પથ્થર ને તેની ઉપર મુક્યો. અને તે વ્યક્તિ ને નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યો? આ તો આદુનિયા નો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયા ની દોલત પણ લગાવીએ તો આ પથ્થર ને નહિ ખરીદી શકાય.

આ બધું સાભળી તે એકદમ વિચાર માં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાન ને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું હે ભગવાન હવે મને જણાવો કે મારા જીવન નું મૂલ્ય શું?

ભગવાન કહ્યું ફળ વાળા એ, શાકભાજી વાળા એ, સોની એ, અને હીરા ના વેપારી એ તને જીવન ની કિંમત બતાવી દીધી છે. હે માનવ તું કોઈક માટે પથ્થર ના એક ટુકડા સમાન છું તો કોઈક માટે બહુ મૂલ્ય રત્ન.

દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થર ની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે હીરા ના વ્યાપારી ને તને જણાવી. બસ આજ રીતે અમુક લોકો ને તારી કિંમત નથી ખબર અને માટેજ જીવન માં કોઈ દિવસ નિરાશ નહિ થવાનું. દુનિયા માં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે. અને તેના માટે મેહનત અને ધૈર્ય ની જરુરત હોય છે.

મિત્રો આ સ્ટોરી પર થી તમે સમજી ગયા હસો કે આપણું જીવન કેટલું કિંમતી છે. દુનિયા તમારા વિશે કઈ પણ કહે તે ફક્ત તમને તેમની સમજણ પ્રમાણે જ તમને આકસે.તમેજ તમારી જાત ને સારી રીતે જાણી શકો છો. તમારા જીવન માં આવતી અસફળતા, નિરાશ કે કઈ પણ હોય તેના પર કામ કરો, નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો.

એક વાત મિત્રો હંમેશા ધ્યાન રાખજો, તમારું જીવન ખુબજ કિંમતી છે અને આ કિંમતી જીવન ની કિંમત સમજવી ખુબજ જરૂરી છે.

તમે અમારી Gujarati Youtube Channel ને પણ subscribe કરી શકો છો. 



મિત્રો તમને આ પ્રેરણાત્મક વાર્તા ગમી હોય તો નીચે આપેલા કમેન્ટ બોક્સ માં કમેન્ટ જરુર કરજો અને લાઈક અને શેર અવશ્ય કરજો.
આભાર.

7 comments:

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search