Mar 18, 2018

પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ટોચની શ્રેષ્ટ યુ.પી.આઇ એપ્લિકેશન્સ (UPI Apps)

પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે ટોચની શ્રેષ્ટ યુ.પી.આઇ એપ્લિકેશન્સ (UPI Apps)


મિત્રોને નાણાં મોકલો, બીલો ચૂકવો અને ઓનલાઈન ખરીદી કરો. આજના જમાના પ્રમાણે એક ક્લીક માં આ બધું શક્ય થઇ ગયું છે. અમે તમને આપણા ભારતીયો માટે ઉપયોગી અને શ્રેષ્ટ ડિજિટલ ચુકવણી એપ્લિકેશન રજુ કરી રહ્યા છે. એન.પી.સી.આઇની (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) નો ઉપયોગ કરીને, નાણાં પરિવહન ખુબજ સરળ અને સુરક્ષિત છે.

યુપીઆઇ એપ્લિકેશન્સએ ચૂકવણી કરવાની રીત બદલી નાખી છે. ધીમે ધીમે પરંતુ તેઓ રોકડ સહિતના તમામ અન્ય ચુકવણી વિકલ્પો બદલી રહ્યા છે. ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણા યુપીઆઈ એપ્લિકેશન્સ છે પરંતુ તેમાંથી કયા સુરક્ષિત, નિઃશુલ્ક અને ઉપયોગી છે તે આજે તમને જણાવીશું.

યુપીઆઇ એપ્લિકેશન્સ બેન્ક સ્વતંત્ર છે, તેથી તમને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે તમારી બેંકની એપ્લિકેશનથી સંતુષ્ટ નથી તો આ નીચે આપેલી સૂચિમાંથી શ્રેષ્ઠ UPI એપ્લિકેશનસથી તમને લાભ અવસ્ય થશે.
1. BHIM UPI એપ્લિકેશન
શ્રેષ્ઠ યુપીઆઈ એપ્લિકેશન્સની યાદીમાં આ પ્રથમ યુપીઆઈ એપ્લિકેશન છે BHIM એપ્લિકેશન. આ એપ્લિકેશનને એન.પી.સી.આઇ દ્વારા વિકસાવવામાં અને રજૂ કરવામાં આવે છે. તે સંભવતઃ સૌથી સરળ અને ઝડપી યુપીઆઇ એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.

તમે ફક્ત એક જ ક્લિકથી તેની દરેક સેવાઓને ઍક્સેસ કરી શકો છો. ઉપરાંત, તમે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકો છો અથવા ફક્ત ત્રણથી પાંચ ક્લિક્સ સાથે તમારા બેંક એકાઉન્ટને બદલી શકો છો. એપ્લિકેશન સાથે વપરાશકર્તા અનુભવ ખૂબ જ સારી છે. વ્યવહારો કરતી વખતે કોઈ મુશ્કેલી પડતી નથી.

BHIM UPI એપ્લિકેશનમાં વપરાશકર્તા તમામ UPI સુવિધાઓ ને માળી શકે છે. તેમાં નાણાં મોકલવા, રિકવેસ્ટ કરવી, UPI પિન સેટ કરવું, બેલેન્સ તપાસવું અને QR કોડ્સ બનાવવો વગેરેનો સમાવેશ થાય છે. તમે QR કોડનો ઉપયોગ કરીને નાણાં મોકલી શકો છો. એન.પીસી।આઇએ છેલ્લા સુધારા સાથે એકાઉન્ટ નંબર પદ્ધતિનો પણ સમાવેશ કર્યો છે.

2. PHONEPE UPI એપ્લિકેશન
ફોનપે એ યસ બેન્ક દ્વારા સંચાલિત ફ્લિપકાર્ટ દ્વારા લોન્ચ થયેલ યુપીઆઈ આધારિત એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા તમે મોબાઇલ નંબર અથવા VPA (વર્ચ્યુઅલ પેમેન્ટ સરનામાં) નો ઉપયોગ કરીને બેંક ચૂકવણી કરી શકો છો.

 પ્રિપેઇડ, ડેટા, પોસ્ટપેઇડ, લેન્ડલાઇન અને મોબાઇલ બિલ્સ, વીજળી, ગેસ બીલ અને વગેરે તમારા મોબાઈલ થી સરળતા થી ચુકવણી કરી શકો છો એટલુંજ નહિ તમે ફોનપેની મદદથી ફ્લિપકાર્ટ પર શોપિંગ પણ કરી શકો છો.

તમે PHONEPE નો ઉપયોગ કરીને કેશબેક પણ કમાવી શકો છો. ફોને-પે માં એકાઉન્ટ બનાવ્યા પછી તમારો બેંક ને લિન્ક કરો છો ત્યારે તમને Rs.75 નો લાભ મળે છે.

3. Google Pay ( TEZ ) એપ્લિકેશન
વર્ષો થી આપણે ગુગલ ની સર્વિસ વાપરી રહ્યા છીએ અને આપણે તેમની બધી સર્વિસ પર વિશ્વાષ મૂકી શકીયે છે. TEZ  એ ભારતમાં Google દ્વારા શરૂ કરવામાં આવેલી નવી અત્યંત સુરક્ષિત ચુકવણી એપ્લિકેશન છે. મિત્રો, સગા-સંબંધી કે વ્યાપાર માટે આ UPI નો ઉપયોગ કરીને તરત જ તમારા બેંક એકાઉન્ટમાં નાણાં મેળવી શકો છો. Tez ના કેશ મોડથી, તમે તમારા ફોન નંબર અથવા બેંક એકાઉન્ટ જેવી અંગત વિગતો શેર કર્યા વગર કોઈપણને પેમેન્ટ મોકલી શકો છો. પૈસા નો વ્યવહાર વધુ ઝડપી બનાવવા માટે કેટલીક ઓનલાઇન શોપિંગ સાઇટ્સ તેજ સુવિધાનો ઉપયોગ કરીને ચુકવણી સક્ષમ કરી રહી છે.

4. PayTM એપ્લિકેશન
વિજય શેખર દ્વારા વર્ષો 2010 માં PAYTM ની સ્થાપના કરવામાં આવી હતી. તેની પાસે 160+ મિલિયન વપરાશકર્તાઓનો છે વર્તમાનમાં, ભારતના ડિજિટલ પાકીટ પૈકી પેટીએમ એ સૌથી મોટું અને સૌથી વધુ પ્રાધાન્ય મેળવ્યું છે.
તમે બાર કોડ અથવા ફોન નંબરનો ઉપયોગ કરીને અન્ય વપરાશકર્તાઓને પણ નાણાં ચૂકવી શકો છો. પેટીએમએ તાજેતરમાં ઇન્ટરનેટ વગર આ સેવા શરૂ કરી છે, જેણે તેમની સેવાઓ લોકો માટે ઉપલબ્ધ બનાવી છે જેમની પાસે સ્માર્ટફોન અથવા ઇન્ટરનેટ કનેક્શન નથી.

5. SBI Pay એપ્લિકેશન
એસબીઆઇ પે એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની એકમાત્ર UPI એપ્લિકેશન છે. ડિજિટલ ચુકવણીઓ માટે શ્રેષ્ઠ ઉપયોગી બેંક એપ્લિકેશન્સ છે. આ એપ્લિકેશન સુરક્ષિત અને વાપરવા માટે સરળ છે. એપ્લિકેશનનું વપરાશકર્તા ઇન્ટરફેસ એ સૌથી સરળ છે. તેની પાસે તમામ મુખ્ય યુપીઆઈ સેવાઓ છે જેમાં મોકલવા અને વિનંતી કરવા બેલેન્સ પૂછપરછ અને યુપીઆઈ પિન એટલે કે  MPIN નો સમાવેશ થાય છે.


વિશ્વની 6 મોટા કેશલેશ દેશ જે ઓનલાઇન પેમેન્ટ નોજ ઉપયોગ કરે છે.
સ્વીડન - સ્વીડનમાં 97% કેશલેસ પેમેન્ટ થાય છે. આ દેશ પેહલો વિશ્વનો કેશલેસ રાષ્ટ્ર બનવા આગળ વધી રહ્યો છે. આ દેશમાં બહુ ઓછા લોકો કેશ પેમેન્ટનો ઉપયોગ કરે છે આ દેશને કિંગ ઓફ કાર્ડ્સ એટલે 'કાર્ડનો રાજા' કહેવાય છે.

ડેનમાર્ક - ડેનમાર્કમાં તમે કોઈ પણ સ્ટોર અથવા હોટડૉગ જેવી નાની દુકાનો માં પણ તમને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીન જોવા મળશે.

બેલ્જિયમ- અહીંના લોકો માટે કદાચ યાદ રાખવું પણ મુશ્કેલ હશે કે તેમને છેલ્લું કેશ પેમેન્ટ ક્યારે કર્યું હશે? કે કેમ તે લોકોના ટ્યૂશન ફી, પેટ્રોલ, બિલ્સ, પરિવહન બધા માટે કાડ્સનો જ  ઉપયોગ કરે છે. આ લોકો 93% કેશલેસ છે.

ફ્રાન્સ - ફ્રાન્સે પણ પોતાની ટેકનીકલ આવડત નો ઉપયોગ કરી 92% કેશલેસ દેશ અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો કેશલેસ દેશ બન્યો છે.

કેનેડા- કેનેડામાં 70% ચુકવણી માત્ર કાર્ડ દ્વારા કરવામાં આવે છે. કેનેડા લોકો 90% પેપરલેસ કેશલેસ પેમેન્ટ કરે છે આ દેશમાં ગર્વમેન્ટમાં કેશ બંધ છે.

 બ્રિટન- બ્રિટન પણ વિશ્વની સૌથી મોટી તકનીકમાં વિકસિત દેશ છે, તે પણ 89% કેશ વગર ઓનલાઇન અથવા ક્રેડિટ, ડેબીટ અથવા મોબાઈલ પેમેન્ટનો ઉપયોગ મોટાભાગે કરે છે.

હું આશા રાખું છું થોડા સમય પછી આપણા ભારત દેશ નું પણ નામ આ લિસ્ટ માં સૌથી મોખરે આવે. જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યું હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search