જેવી દૃષ્ટિ તેવી શ્રુષ્ટિ । Shiv Khera's Inspiring motivational Story in Gujarati
જયારે આ માણસ ની કમાણી ઓછી થતી જાય ત્યારે આ વ્યક્તિ હિલિયમ ગેસ થી ભરેલો એક ફુગ્ગો
હવા માં ઉડાવી દેતો જેનાથી નાના બાળકો તે ઉડતા ફુગ્ગાને જોવે અને ફુગ્ગા ખરીદવા આવી જતા, આમ તે વ્યક્તિ નું વેચાણ ફરી વધી જતું. જયારે પણ તે વ્યક્તિ નું વેચાણ ઓછું થતું દેખાય તો તે વ્યક્તિ હિલિયમ થી ભરેલો ફૂગ્ગો હવા માં આમ ઉડાવવા નો તરીકો અપનાવતો હતો.
એક દિવસ સવારે ફુગ્ગા વાળા વ્યક્તિ ને એમ લાગ્યું કે તેના જેકેટ ને કોઈ ખેંચી રહ્યું છે. તેને પાછળ ફરી ને જોયું તો ત્યાં એક બાળક ઉભું હતું. તે બાળકે આ ફુગ્ગા વાળા ને પુછ્યું, જો તમે હવા માં કાળો ફુગ્ગો છોડો તો તે પણ ઉડે?
બાળક ની આ વાત ફુગ્ગા વાળા ના મનને સ્પર્શી ગઈ. તે પાછો ફર્યો અને જવાબ આપતા કહ્યું બેટા ફુગ્ગો તેના રંગ ના લીધે નહિ પણ તે તો તેના અંદર ભરેલી વસ્તુ ના લીધે ઉડે છે.
વાર્તા નું મોરલ:
"આપણે આ જગત ને જેવું છે તેમ નથી જોતા, આપણે જેવા છીએ તેમ જગત ને જોઈએ છીએ." - અનાઈસ નિન
મિત્રો, આપણા જીવનમાં, આ જ સિદ્ધાંત લાગુ પડે છે, મહત્વની વસ્તુ તો આપણું આંતરિક વ્યક્તિત્વ છે, તેના લીધે આપણે જે વલણ બનાવ્યું છે, તે આપણને ઉઠાવે છે. દુઃખી જીવન કે પોતાને બદલવા સૌથી મોટો ઉપાય એ છે કે કોઈ વ્યક્તિ તેની દ્રષ્ટિકોણ બદલીને તેનું જીવન સુધારી શકે છે.
આ સ્ટોરી તમને ગમી હોય તો લાઈક,કમેન્ટ અને તમારા મિત્રો ને શેર જરુર કરજો। ધન્યવાદ!