બીજાને પ્રેમ કરતા પહેલાં શા માટે તમારે સૌ પ્રથમ પોતાને પ્રેમ કરવો જોઈએ? Inspirational self love ગુજરાતી Suvichar quotes image
મિત્રો તે ખુબજ જરુરી છે કે આપણે આપણી જાત ને સૌ પ્રથમ પ્રેમ કરીયે.
શું તમે પોતાને કહો છો કે હું પોતાની જાત ને પ્રેમ કરું છું? જ્યારે તમે અરીસામાં જુઓ છો ત્યારે તમે સ્મિત કરો છો? તમે જે વ્યક્તિને જુઓ છો તે પ્રશંસનીય છે? તમે તમારી પોતાની મીરર ઇમેજ પર હસતાં વ્યક્તિ સાથે તમે ખુશ છો? શું તમે તમારા માટે સમય કાઢો છો?
આ થોડા પ્રશ્નો છે જેનો તમે ફક્ત જવાબ આપી શકો છો અને કોઈ પણ બીજા ના વખાણ તમારા માટે ક્યારેય તે કરી શકશે નહીં. આ એટલા માટે છે કે પોતાને પ્રેમ કરવો તમારા આત્મ વિશ્વાશ ને બુસ્ટ કરે છે અને તે તમારા એ અંદરથી આવે છે.
(સેલ્ફ લવ) એટલે શું? સ્વયંને પ્રેમ કરવાના ફાયદા શું છે?
તેને કોઈ પણ નામ આપીએ જેમ સેલ્ફ લવ અથવા સ્વયં ને પ્રેમ કરવો અથવા ખુદને પ્રેમ કરવો પરંતુ તેનો અર્થ એજ થાય છે કે પોતાની જાત નું પૃથક્કરણ, પોતાનું આત્મ સમ્માન અને તમે જેવા છો તેવા બેસ્ટ છો તે નું ભાન એટલે સ્વયંમ ને પ્રેમ કરવો ( SelfLove)
તમારી કિંમત સંખ્યા, ભૂલો અથવા અનુભવોમાં માપવામાં આવી શકતી નથી. તમે મનુષ્ય છો, અને તમે અવિશ્વસનીય છો. તમે લાયક છો કારણ કે તમે અહીં છો. તમે પૃથ્વી અને બ્રહ્માંડના આવશ્યક ભાગ છો, એક શ્રેષ્ઠ કૃતિ છો.
ત્રણ પ્રકારના સ્વ-પ્રેમ છે:
- શારીરિક-તમે પોતાને કેવી રીતે જુઓ છો તેનો ઉલ્લેખ કરે છે
- માનસિક-તમે તમારા વિશે કેવી રીતે વિચારો છો (સ્વ-સ્વીકૃતિ)
- મનોવૈજ્ઞાનિક-એનો સંદર્ભ આપે છે કે તમે તમારી સાથે કેવી રીતે વર્તે છો (આત્મ-આદર)
- તંદુરસ્ત જીવનશૈલીનો વિકાસ થાય છે.
- તમારે તમારી જાત પ્રત્યે આત્મ વિશ્વાશ વધુ દ્રડ બને છે.
- તકલીફોનો સામનો કરવા માં સરળતા રહે છે.
- આત્મ સમ્માન અને તમારા વ્યક્તિત્વ માં વધારો થાય છે.
- તમે પોતાના પ્રત્યે ધ્યાન આપવા લાગો છો જેના થી તમારી ખૂબી અને ખામી તમને ખ્યાલ આવે છે.
- પોતાની જાત ને ઈમ્પ્રોવ કરો છો.
મિત્રો તમે કેટલા મૂલ્યવાન છો તે ક્યારેય ભૂલશો નહીં.
જો તમને આ મૂલ્યવાન પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સ્નેહી જનો ને શેર જરુર કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટ બોક્સ માં જરુર જણાવો અને હંમેશા પોતાની જાત ને પ્રેમ કરતા રહો.
આભાર તમારો.