ફુગ્ગા વાળો ગુજરાતી પ્રેરણાદાયી વાર્તા । Inspirational Stories in Gujarati by Shiv Khera
મિત્રો ફૂગ્ગા વાળા ની આ પ્રેરણાદાયી વાર્તા શિવ ખેરા ની પ્રખ્યાત પુસ્તક જીત તમારી માંથી લેવા માં આવી છે. શિવ ખેરા એક લેખક, વ્યવસાય સલાહકાર, પ્રેરણા પ્રચાર અને સફળ ઉધમી છે. તો મિત્રો આ પ્રેરણાદાયી સ્ટોરી ની શરુઆત કરીયે.
એક વ્યક્તિ હતો જે મેળા માં ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતો હતો. તેની પાસે લાલ, પીળો, સહિત તમામ પ્રકારના ફુગ્ગા હતા.
જયારે આ માણસ નો ધંધો ત્યારે તે તેને હિલિયમ થી ભરેલા ફુગ્ગા ને હવા માં છોડી દેતો. આ જોઈને બધાં બાળકો ની નજર ત્યાં પડતી અને બાળકો ફુગ્ગા ખરીદવા આવી જતા.
જયારે પણ તેનું વેચાણ ઓછું થતું તે આજ યુક્તી અજમાવતો હતો. બસ આમ તેનું જીવન ચાલતું હતું.
એક વખત તેને લાગ્યું કોઈક તેને પહેરેલું જેકેટ પાછળ થી ખેંચી રહ્યું છે. તે એકદમ પાછળ વળ્યો અને જોયું. તેને એક નાનો છોકરો નજર માં આવ્યો.
તે નાના છોકરા એ તરત તે ફુગ્ગા વાળા ને પ્રશ્ન કર્યો "જો તમે કાળો ફુગ્ગો છોડો છો, તો શું તે પણ ઉડશે?"
તે ફુગ્ગા વાળાએ ખુબજ પ્રેમ થી તે બાળક ને સુંદર જવાબ આપ્યો “બેટા ફુગ્ગો તેના રંગ થી ઉપર નથી જતો તે તેની અંદર ભરેલી વસ્તુ ના લીધે તે ઉપર જાય છે.”
મિત્રો આ જ વસ્તુ આપણા જીવનમાં લાગુ પડે છે. આપણી અંદરની વસ્તુ જે આપણને ઉપર લઈ જાય છે
આપણી અંદર રહેલું આપણું વલણ, આપણી માનસિકતા, તો યાદ રાખો મિત્રો સારા અને સકારાત્મક વલણ એ દરેક અભિગમની ચાવી છે ......
મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો ગમી હોય અને તમને પ્રેરણા મળી હોય તો આ વાર્તા ને આપણા બધાં ગુજરાતી ને શેર કરો. આવીજ પ્રેરણાદાયી વાતો માટે મને follow કરો.