નેટફ્લિક્સ પાર્ટી થી માળો Netflix તમારા દૂર ના મિત્રો સાથે
કેમ છો મિત્રો?
જો તમે મારી જેમ Netflix ના શોખીન હોય અને તમને મિત્રો સાથે મૂવી જોવાનું પસંદ હોય તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. આ સમય માં આપણા માટે ઘરની બહાર નીકળવું જોખમી કહી શકાય.
પરંતુ જો આપણે વર્ચુઅલી મિત્ર કે પ્રિયજન સાથે નેટિફ્લક્સ જોઈ શકીયે તો કેટલું સારું?
જો તમે ઘરે બેઠા બેઠા બોર થઈ ગયા હોય તો તમારા લેપટોપ કે ડેસ્કટોપ ની મદદ થી તમારા સ્માર્ટ ટી વી માં નેટફ્લિક્સ પાર્ટી ચલાવી મોવીશ, શોઝ ની માજા મળી શકો છો.
NETFLIX PARTY નો ઉપયોગ કેવી રીતે કરવો,
તેને ઇન્સટોલ કેવી રીતે કરવું.
નેટફ્લિક્સ પાર્ટી જોવા માટે તમારે તે લોકો માટે એક આમંત્રણ લિંક મોકલવાની જરૂર છે જેની સાથે તમે નેટફ્લિક્સ જોવા માંગો છો. ધ્યાન એટલું રાખવાનું છે કે એક્સ્ટેંશન કાર્ય કરવા માટે બંને બાજુ સક્રિય નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન ફરજિયાત છે.
પ્રારંભ કરવા માટે,
> તમારા ક્રોમ બ્રાઉઝર અને તમારા મિત્રના બ્રાઉઝર પર એક્સ્ટેંશન ઇન્સ્ટોલ કરો.
> નેટફ્લિક્સ ખોલો (તમે તેમની વેબસાઇટ પાર જવાનું રહેશે પર જવાનું રહેશે)
> એક શો ચલાવો અને ઉપરના-જમણા ક્રોમ મેનૂમાં હાજર લાલ “એનપી” આઇકોન પર ક્લિક કરો અને “સ્ટાર્ટ પાર્ટી” ક્લિક કરો.
> એક લિંક જનરેટ થઈ જશે, લિંકને કોપી કરીને અને તેને તમારા મિત્ર સાથે શેર કરો.
> તમારા મિત્રએ ને હવે આ લિંક ને ક્રોમના સરનામાં બારમાં લિંક પેસ્ટ કરવાની છે અને પાર્ટીમાં જોડાવા માટે એનપી આઇકન પર ક્લિક કરવાનું રહેશે.
વધારે ટેક્નોલોજી અને અવનવા ઉપયોગી જ્ઞાન સાથે માળીયે નેક્સટ પોસ્ટ માં, અને આ સમય માં વાઇરસ થી બચવા પોતાનું અને પોતાના પરિવાર નું ધ્યાન જરૂર રાખો, સોશ્યિલ ડિસ્ટન્સ, હાથ ની સફાઈ અને બહાર જવાનું ટાળો.
આપનો આભાર.