વિશેષ બેંક ખાતું - Motivational story in Gujarati
। ગુજરાતી મોટીવેશનલ વાર્તા 2022
કલ્પના કરો કે તમારી પાસે એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ (બેંક ખાતું) છે અને દરરોજ, તે બેંક ખાતામાં 86,400 રૂપિયા જમા થાય છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ તમે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી તમારી તિજોરી કે બીજે ક્યાં પણ જમા નહીં કરી શકો.
આ બેંક ખાતામાં કેરી ફોરવર્ડની સિસ્ટમ નથી, એટલે કે, તમે તે પૈસા બીજા દિવસ વાપરી શકતા નથી, તમારા જે પૈસા વપરાય નહીં તે પૈસા સાંજે પાછો લઈ લેવામાં આવે છે અને તેના પર તમારો કોઈ હક નથી અને આ બેંક એકાઉન્ટ ગમે ત્યારે બંધ થઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં તમે શું કરશો ?
સ્વાભાવિક છે કે, તમે આખા 86,400 રૂપિયા કેમના વાપરવા તેનો વિચાર કરશો અને આ 86,400 રૂપિયા સારા કામ માટે વાપરો તો સારું છે કારણ કે આ બેંક ખાતું કોઈપણ સમયે બંધ થઈ શકે છે.
શું મિત્રો તમને ખબર છે આવુજ એક સ્પેશ્યલ બેંક એકાઉન્ટ આપણી પાસે પણ છે...! હા તમારી, મારી અને આપણા બધા પાસે. તેનું નામ છે આપણું જીવન.
આ સુંદર અને કીમતી જીવન રુપી બેંક એકાઉન્ટ માં રોજના 86,400 સેકન્ડ જમા થાય છે. એટલે કે આપણને રોજ 86,400 સેકન્ડ મળે છે. દરેક પાસે રોજ સરખા સેકન્ડ હોય છે. અને હું માનું છું કે આ કિંમતી જીવન ની દરેક સેકન્ડો ખૂબજ કિંમતી છે સાચું કહું તો પૈસા કરતા પણ વધારે કીમતી કેમકે પૈસા વ્યર્થ માં ગુમાવ્યા પછી તેને ફરી કમાય શકાય છે પરંતુ એક વખત સમય ગુમાવ્યા પછી ગમે તેટલી સંપત્તિ આપી ને પણ તેને પાછો મેળવી શકતો નથી.
જો તમે તેને સારા કામ માટે ઉપયોગ ના કરો તો પછી આ જીવન એકદમ વ્યર્થ છે. તમારા જીવન રૂપી એકાઉન્ટ ક્યારે પણ બંધ થઈ શકે છે માટે તેનો સદ્ ઉપયોગ કરવો ખુબજ મહત્વનું છે.
જો તમે સાચે આ વાત સમજી ગયા હશો તો આ 2021 ના નવા વર્ષ માં તમે તમારા આ કીંમતી સમય ને વ્યર્થ નહીં કરો અને આ નવા વર્ષ માં આ સમય નો સદ્ ઉપયોગ જરુર કરશો.
તો મિત્રો શું તમે તમારા નવા વર્ષ માટે કોઈ સોલીડ સંકલ્પ કર્યો છે ખરો? કાલે પુરી દુનિયા 2020 ને બાય બાય કરી 2021 ને વેલકમ કરશે કોઈક પેલા જેવી જૂની લાઈફ જીવશે તો કોઈ નવા વર્ષ ના સંકલ્પ સાથે નવા વર્ષ માં તેમના માં શું ઈમ્પ્રોવમેન્ટ લાવવું તેનો પ્રયત્ન કરશે અને સફળ પણ થશે.
તમે તમારા જીવન માટે આ વર્ષે શું ખાસ કરશો? મને કોમેન્ટ માં અવશ્ય જણાવજો અને આવીજ ઉપયોગી અને જીવન માટે જરુરી જાણકારી માટે મારા એટલે કે નયન ના ગુજરાતી બ્લોગ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.
આપને અને આપના પરિવાર ને મારા અને મારી ટીમ તરફ
થી હેપી ન્યૂ યર.
આ પણ વાંચો: