Bill Gates rules for success in Gujarati |
બિલ ગેટ્સ ના સફળતા ના નિયમ 2022
1. ઉર્જાવાન રહો, તમારા કાર્ય વિશે જાણકાર અને ઉર્જાવાન રહો.
જયારે બિલગેટસ માઈક્રોસોફ્ટ ની સ્થાપના કરી ત્યારે તેમને ઘણી મુશ્કેલી આવી અને તે મુશ્કેલી સામે લઢવા માટે પર્યાપ્ત ઉર્જા અને ઊત્સાહ હોવો જરૂરી છે, બિલગેટસ આમ કહે છે તમે નવી કંપની શરુ કરો ત્યારે તમારે પુરી મેહનત ની સાથે સાથે ઉત્સાહ અને ઉર્જા ની ખુબજ જરૂર પડે છે નવા ધંધા માં મુશ્કેલીઓ આવશે અને તેમે તેની સામે લઢવા માટે અને સફળ થવા માટે આ ખુબજ ઉપયોગી છે.
2. ખુબ મેહનત કરો, જો તમારે સફળ થવું હોય તો આ મેહનત ખુબજ જરૂરી છે
મિત્રો આ એક ખુબજ ઉપયોગી નિયમ બિલગેટ્સ એ જણાવ્યો છે કે મેહનત વગર સફળતા નથી તેમને પણ જયારે તે માઇક્રોસોફ્ટ ની સરુઆત કરતા સમયે રાત દિવસ બિલગેટ્સ કોડિંગ માં ખુબજ મેહનત કરતા એવો પણ ટાઈમ હતો જયારે તે પોતાના કોમ્પ્યુટર ડેસ્ક માંજ સૂઈ જતા.
હવે જસ્ટ વિચારો રાત દિવસ કોડિંગ કરવી તે ધગસ અને મેહનત ના પરિણામ હેતુજ બિલગેટ્સ આટલા સફળ અને માઈક્રોસોફ્ટ આટલી સફળ કંપની છે.
3. સફળતા જલ્દી નથી મળતી તેમાં ધીરજ રાખવી ખુબજ જરૂરી છે.
બિલગેટ્સ કહે છે કોઈ પણ વસ્તુ માં સફળ થવા ધીરજ અને સમય અવશ્ય લાગે છે કોઈ રાતો રાત સફળ નથી થતું. તે કહે છે તમારી કોઈ પણ આઈડિયા ને ઈમ્પ્રોવમેન્ટ કરવા માટે 3-4 વર્ષ લાગે છે.
4. જે પણ કરો ભવિષ્ય ને ધ્યાન રાખીને જ કરો
મિત્રો આ નિયમ પણ સફળતા માટે એક ખુબજ મજબૂત સ્તંભ છે તમે જે પણ કાર્ય કરો ભવિષ્ય નું ધ્યાન રાખીને કરો તમને એક ઉદાહરણ આપું તો તમે જે પણ બિઝનેસ કરવા માંગતા હોય તો વિચારવું કે ભવિષ્ય માટે કેટલો કારગર રહેશે? તેમાં ગ્રાહક ક્યાંથી મળશે, તેમાંથી કેટલી ઇનકમ મેળવી શકાશે. કેટલો બિઝનેસ નો વિસ્તાર થશે વગેરે…
5. તમે જે કરો છો તેમાં આનંદીત રહીને કરો
તમે જે કામ કરો તેને આનંદિત રહીને કરવું તેજ સફળતા નું મોટું કારણ છે. તમે જે કરો દિલ થી કરો અને તે કામ માટે ખુશ રહો.