Dec 23, 2019

જાણો ઇન્ટરનેટ ફ્રોડ થી કઈ રીતે બચી શકાય ? । How to protect yourself from Online Internet fraud/identity theft in india, Gujarati 2020

ઇન્ટરનેટ ફ્રોડ થી કઈ રીતે બચી શકાય? How to protect yourself from Online Internet fraud/identity theft in India, Gujarati 2020

જાણો ઇન્ટરનેટ ફ્રોડ થી કરી રીતે બચી શકાય Online Internet frauds in india, Gujarati 2020


21 મી સદી એટલે ઈન્ટરનેટ ની દુનિયા. જેને આપણે કહીંયે તો ઇન્ટરનેટ એ દુનિયા નો નકશો જ બદલી નાખ્યો છે. આજે ઈન્ટરનેટ આપણી માટે એક વરદાનરુપ સાબિત થઈ રહ્યું છે, કોઈ પણ વસ્તુ ની માહિતી ગણતરી ની સેકંડ માં મેળવી શકાય છે. પરંતુ ઈન્ટરનેટ જેટલું વરદાનરુપ છે એટલું જ ખાતરનાખ પણ છે. હા એકદમ સાચું વાંચ્યું છે કેમ કે તમને ખ્યાલ હોય તો આપણી ગોપનીય માહિતી, બેંક ની માહિતી, બધું જ ઈન્ટરનેટ માધ્યમ થી હૅકર્સ ને મળી રહે છે અને માટેજ તેનો મિસ યુઝ પણ થઇ શકે છે.

તમે સમાચાર માં કે આજુ-બાજુ લોકો દ્વારા તો  સાંભળ્યું જ હશે કે બેંક માંથી પૈસા ઉપાડી ગયું કોઈ, ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું, PAYTM ફ્રોડ  વગેરે વગેરે.... પરંતુ તમારે ડરવાની જરુર નથી અમે આજે આ પોસ્ટ માં આવા ઘણા બધા ઈન્ટરનેટ ફ્રોડ થી કઈ રીતે બચી શકાય તેની વિષે પૂરતી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું, જેથી તમે આ જ્ઞાન નો ઉપયોગ કરી પોતાને અને પોતાના કુટુંબ અને મિત્રો ને જણાવી સુરક્ષિત રાખી શકો.

અહીંયા અમે તમને એમાંથી બચવા માટે શું કાળજી રાખવી તે જણાવીએ છીએ જે તમે નીચે વાંચી શકો છો.

 •  તમારું ક્રૅડિટ/ડેબિટ કાર્ડ કોઈ ને આપવું નહીં અથવા તો તેની માહીતી કોઈ ની સાથે શેર કરવી નહીં.
 • તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ નો પાસવર્ડ જાતે જ નાખવાની ટેવ રાખો.
 • તમારા બેક ના સ્ટેટમેન્ટ અમુક દિવસ ના અંતરે ચેક કરતા રહો જો કોઈ તમને શંકાસ્પદ ઍન્ટ્રી લાગે જે તમારા ધ્યાન બહાર જણાઈ તો તરત જ બેંક ને જાણ કરો.
 • વેબસાઈટ નું એડ્રેસ (Address\URL) બરાબર ચેક કરો. ( વેબસાઈટ સાચી છે કે ખોટી તે બારીકાઇ થી જુવો )
 • ફેસબુક અને વૉટ્સએપ ગ્રૂપ માં શેર થતી ઓફર લિંક પર ક્લિક કરવાનું ટાળો તેનાથી તમારો ફોન હેક થઇ શકે છે.
 • ઓફિસિયલ એપ સ્ટોર માંથીજ એપ ઇન્સટોલ કરવાનું રાખો અને કોઈપણ Unknown aap ડાઉનલોડ કે ઇન્સ્ટાલ કરતા પહેલા તેના રિવ્યૂ જરુર વાંચો.
 • પોતાના કમ્પ્યુટર અને મોબાઈલ માં એન્ટીવાયરસ નો ઉપયોગ કરવાની ટેવ પાડો જેથી તમારા ડેટા સુરક્ષિત રહે.
 • ઍપ્લિકેશન અને સોફ્ટવૅર ડાઉનલોડ કરવા માટે વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ કે વેબસાઈટ નો ઉપયોગ કરો.
 • બને તો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ને Two-Factor Authentication થી સિક્યોર રાખો જેથી તમારા યુસરનેમ અને પાસવર્ડ કોઈ ને ખબર પણ પડી જાય તો ઓટી-પી વગર લોગઈન ના કરી શકે.
 • ઓનલાઈન ટ્રાન્ઝકશન કરવા માટે https:// વાળી સિક્યોર વેબસાઈટ નો ઉપયોગ કરો.
 • પોતાના બેંક એકાઉન્ટ ની અપડેટસ જાણવા માટે SMS એલર્ટ ઓન રાખો.
 • ઓનલાઈન ટ્રાન્ઝકશન કરવા માટે ફ્રી-વાઈફાઈ ઝોન નો ઉપયોગ કરવાનું ટાળો જેમ બને તેમ પોતાના મોબાઇલ ડેટા નો યુઝ કરો.

હું આશા રાખું છું કે તમને અમારી આ માહિતી પસંદ આવી હશે. આવી Important અને Useful ઇન્ફર્મેશન જાણવા માટે અમારા બ્લોગ ને Subscribe કરો. આવી જ માહિતી લઈ ને આગળ અમે આવતા રહીશુ.
આભાર આપનો!

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search