Jan 11, 2020

ડોમેન નામ ( Domain Name ) શું છે ? અને કઈ રીતે કામ કરે છે ? Gujarati

ડોમેન નામ ( Domain Name ) શું છે ? અને કઈ રીતે કામ કરે છે ?

Domain Name (ડોમેન નામ)  શું છે ? અને કઈ રીતે કામ કરે છે ? What is a Domain Name in Gujarati

Domain Name નું આખું નામ Domain Name System છે, જેને આપણે ટૂંક માં DNS પણ કહીયે છે. Domain Name ની મદદ થી આપણે Internet પર રહેલી કોઈપણ website ને સરળતા થી શોધી શકાય છે.

હવે Domain Name System / DNS એક એવી System છે જે Internet પર રહેલી દરેક Website ને સરળતા થી શોધવામાં મદદ કરે છે. હવે Website ની વાત કરીયે તો દરેક Website એક IP ADDRESS (Internet Address Protocol) સાથે જોડાયેલી હોય છે. IP ADDRESS એક Numeric Address હોય છે જેના થી તમારા કમ્પ્યુટર બ્રાઉઝર ને ખબર પડે છે કે વેબસાઈટ ક્યાં સ્ટોર થયેલી છે.

હવે એક ઉદાહરણ તરીકે જણાવું તો દરેક વેબસાઈટનું એક Numeric Address હોય છે. www.google.com જેનું Numeric Address 10.54.21.42 છે.

હવે માનવી માટે દરેક વેબસાઈટ ના Numeric Address યાદ રાખવા કરતા નામ થી યાદ રાખવાની બરાબરી માં મુશ્કેલ ભર્યું કામ છે, તો Domain Name System તમારા આજ કામ ને સરળ બનાવવા નું કામ કરે છે. જે તમે નીચે બનાવેલ image માં જોઈ શકો છો.

 What is a Domain Name and How Does it Work? in Gujarati
ઇન્ટરનેટ પર દરેક વેબસાઈટ એક વેબસર્વર માં Host (Store) કરેલી હોય છે જેને આપણે Website નું hosting પણ કહીયે છે. અને તે વેબસર્વર નો IP ADDRESS DNS સર્વર માં જોડાયેલો હોય છે. જેની મદદ થી તમે વેબસાઈટ સુધી પહોંચી શકો છો.

Domain ના પ્રકાર કેટલા છે ?

Domain Name ના ઘણા બધા પ્રકાર છે, અને દરેક પ્રકારનું એક અલગ મહત્ત્વ છે, જે તમને આજે અમે સમજાવિશુ જેથી તમારે ભવિષ્ય માં તમે જો તમારો બિઝનેસ Online કરવા માંગતા હોય તો તમને Domain લેવા માં કોઈ તકલીફ ન પડે.

1) ટોપ લેવલ ડોમેન નામ ( TLD- Top Level Domain )

Top Level Domain Internet Domain Extension ના નામે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ Top
Level Domain ની શોધ Domain શોધાયા બાદ સૌથી પહેલાં બનાવવા માં આવ્યા હતા. આ Domain ની મદદ થી તમારી વેબસાઈટ ને જલ્દી થી Google માં રેન્કિંગ પર લાવી શકો છો.
અને આ Domain SEO Friendly હોવાથી Google Search Engine સૌથી પહેલાં Accept કરે છે.
TLD ના ઉદાહરણ નીચે આપેલા છે જે તમે જોઈ શકો છો.
● .com (Commercial)
● .net (Network)
● .edu (Education)
● .org (Organization)
● .biz(Business)
● .info (Information)
● .name(Name)

2) CcTLD- કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેન નેમ
આ પ્રકાર ના domain સામાન્ય રીતે દેશ ને ધ્યાન માં રાખીને બનાવવા માં આવે છે જે તે કોઈ દેશ ના Two Letter ISO CODE ને ધ્યાન માં લઇને બનાવવા માં આવે છે. જેના ઉદાહરણ નીચે મુજબ આપેલા છે.
● .us (United State)
● .in (India)
● .ru (Rasia)
● .au (Australia)
● .om (Oman)
● .br (Brazil)

સબ-ડોમેન ( Sub-Domain ) શું છે?

તમને ખ્યાલ હશે કે કોઈ કંપની એક કરતા વધારે સર્વિસ આપતી હોય છે, તે પોતાની અલગ અલગ વેબસાઈટ બનાવ્યા કરતા Main Domain ના નીચે Sub-Domain બનાવે છે.ઉદાહરણ તરીકે Google એક કરતા વધારે સર્વિસ આપે છે તો પોતાની સર્વિસ મુજબ અલગ અલગ Sub-Domain બનાવે છે. જે નીચે દર્શાવેલ છે.

● Mail.google.com (For mail service)
● Maps.google.com (For Google Map)
● Image.google.com (For Google Image search)
● Video.google.com ( For Google videos) વગેરે વગેરે....

ડોમેન નામ સેવા પ્રદાતા ( Domain Name Service Provider )

જો તમે પોતાનો online Business ચાલુ કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે એક Domain Name ની જરૂર પડશે, અને તેની માટે Domain Name Service Provider પાસે થી તમારે Domain Register કરી ને ખરીદવું પડશે જેની માટે નીચે અમે થોડા ટોપ Domain Service Provider ના નામ આપેલા છે જે તમે જોઈ શકો છો.
● GoDaddy
● 1and1
● BigRock
● Hostinger

મિત્રો હું આશા રાખું છું મારી આ માહિતી તમને ઉપયોગી નીવડી હશે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે આપેલા કોમેન્ટ બોક્સ માં અવશ્ય જણાવો.

આ ઉપયોગી પોસ્ટ ને તમારા મિત્રો ને સોશ્યિલ મીડિયા માં શેર કરો.
આભાર આપનો.
વધુ વાંચો:

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search