5 શ્રેષ્ઠ ઓનલાઇન પ્લેટફોર્મ જેની મદદ થી પૈસા કમાઈ શકો છો । How to
Earn Money online from home in Gujarati
Earn Money online from home in Gujarati
કેમ છો મિત્રો આપનું એક વાર ફરી સ્વાગત કરું છું મારા ગુજરાતી બ્લોગ માં, મિત્રો હું તમને આજે ચોક્કસ અને સાચી પદ્ધતિઓ બતાવીશ જેના ઘ્વારા તમે આ ઓનલાઇન દુનિયા માં પૈસા કમાઈ શકો છો.
હું આ ઓનલાઇન દુનિયા એટલે કે આ ઈન્ટરનેટ દુનિયા ને છેલ્લા 9 થી વધારે વર્ષ થી જાણું છું. મને મારી કોલેજ ના દિવસો માં સામાન્ય ફોન થી ઈન્ટરનેટ નો ઉપયોગ કરવો ખુબજ પસંદ હતો. આ એ સમય હતો જયારે કોઈ ને ભાગ્યજ ખબર હતી કે ઈન્ટરનેટ જેવી વસ્તુ પણ હોય છે.
જયારે લોકો મિત્રો અને ગપ્પા મારવા માં વ્યસ્ત હતા ત્યારે હું મારા નોકિયા 6030 ના સામાન્ય 2જ ફોન માં નેટ ને સર્ફ કરતો, MP3 ડાઉનલોડ કરતો ( 5 કલાક લાગતા ). મેં મારો મોટાભાગ નો સમય ઈન્ટરનેટ માં શીખવા અને ટેક્નોલોજી ને સમજવા માટે વિતાવ્યો. હું આ સમયે ઘણું શીખ્યો અને તે મને આજે ખુબજ ઉપયોગી નિવળે છે.
મિત્રો આ હતી મારી સ્ટોરી તમારી હોય તો મને કોમેન્ટ માં જણાવ જો…
હવે હું તમને જણાવીશ કે કેવી રીતે તમે ઓનલાઇન ઘરે બેઠા પૈસા કમાવી શકો છો.
હવે હું તમને જણાવીશ કે કેવી રીતે તમે ઓનલાઇન ઘરે બેઠા પૈસા કમાવી શકો છો.
હું હંમેશા કહું છું રીયલ જીવન ની જેમ આ ઈન્ટરનેટ ની દુનિયા માં પણ મેહનત કર્યા વગર કશુ શક્ય નથી. પૈસા કમાવવા માટે તમારે શારીરિક અને માનસિક મેહનત કરવી પડશે અને ધીરજ રાખવીજ પડશે.
મારા ઘણાં મિત્રો મને કહે છે, નયન કોઈ ડેટા એન્ટ્રી નું કામ હોય તો જણાવ ને હું એકજ વસ્તુ કહું છું. ડેટા એન્ટ્રી જોબ આપતા લોકો મોટે ભાગે કૌભાંડી હોય છે. તમારો સમય અને પૈસા બગાડો નહીં
ઓનલાઇન પૈસા કમાવવા તમારે શાની જરુર પડે છે?
> જો તમારી પાસે નવી કુશળતા શીખવાની ઉત્કટતા છે, જો તમે સાચું કામ પસંદ કર્યું છે અને તમારા માં ધીરજ છે તો આ કામ તમારા માટે યોગ્ય છે.
> તમારે સાધન માં અમુક કામ માટે સ્માર્ટફોન હશે તો ચાલી શકે છે અથવા લેપટોપ અને ઈન્ટરનેટ કનેકશન જરૂરી છે.
> તમારે સાધન માં અમુક કામ માટે સ્માર્ટફોન હશે તો ચાલી શકે છે અથવા લેપટોપ અને ઈન્ટરનેટ કનેકશન જરૂરી છે.
ઓનલાઇન પૈસા કમાવવા કયાં પ્લેટફોર્મ ઉપયોગી છે?
1. તમે MESSHO, GlowRoad જેવી Seller App ઘ્વારા સરળતા થી મહિને 10-15 હજાર કમાવી શકો છો.
2. YouTube અને સોશ્યિલ મીડિયા ( ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે ) માંથી ઓનલાઇન પૈસા કમાવી શકો છો. હાલ ની જ વાત કરું તો કાઇલી જેનર સૌથી ઓછી ઉંમરમાં સ્વયં નિર્મિત અબજો રૂપિયા કમાવતી 2019 માં ઇન્સ્ટાગ્રામ લેડી નો ખિતાબ મેળવી ચુકી છે
3. તમે પોતાનો બ્લોગ કે વ્લોગ બનાવી ને અઢળક પૈસા કમાવી શકો છો.
4. કોઈ પણ સેવા કે પ્રોડક્ટ ને ઇકોમર્સ ના માધ્યમ થી ઓનલાઇન વેચી ને પૈસા કમાવી શકો છો.
5. તમે અફિલિએટ માર્કેટિંગ, વેબ ડિઝાઇન, રાઇટિંગ, વોઇસ ઓવર વગેરે ઘણી બધી સેવા ઓનલાઇન આપીને પૈસા કમાવી શકો છો.
મિત્રો તમને એમ લાગતું હશે આ બધું મને કેમનું ખબર હશે તો મને તમને જણાવતા આનંદ થશે કે મોટા ભાગની સેવા મેં આ ડિજિટલ દુનિયા માં આપી છે અને સારા એવા પૈસા હું કમાવી ચુક્યો છું.
હું અત્યારે એક પ્રોફેસનલ વેબ ડિઝાઈનર, વેબ ડેવલોપર, માર્કેટર અને બ્લોગર છું. હું ભારત અને વિદેશ ના ક્લાઈન્ટ સાથે ઓનલાઇન કામ કરી ચુક્યો છું અને કમાવી રહ્યો છું. હું તેમના ધંધા ને ઓનલાઇન/ ડિજિટલ બનવું છું.
તમે મિત્રો આ વસ્તુ માટે તમારે કોઈ વધારે સમય બગાડવાની જરૂર નથી શરૂઆત માં તમે પાર્ટટાઈમ કરી શકો છો. એક વાત મારી જરૂર ધ્યાન રાખો કે હું તમને ગમે તેટલી માહિતી અને જ્ઞાન આપીશ તમે જ્યાં સુંધી ક્રિયા નહીં કરો ત્યાં સુધી કંઈ પણ વસ્તુ તમને મદદ કરી શકશે નહીં.
અમુક સમય એવું બને છે કે લોકો નિષ્ફળતાથી ડરતા હોય છે અને તેઓ કંઈપણ શરુ નથી કરી શકતા.
મિત્રો તમને મારી આ પોસ્ટ કેવી લાગી મને કોમેન્ટ માં અવશ્ય જણાવો અને મારા આ બ્લોગ ને SUBSCRIBE કરવાનું ભૂલતા નહિ.
આપ સૌનો આભાર.
મારી બીજી ઉપયોગી પોસ્ટ પણ જુવો: