Nov 2, 2019

બ્લોગ એટલે શું છે અને બ્લોગ કેવી રીતે બનાવવો । What is blog in gujarati 2022

બ્લોગ એટલે શું છે અને બ્લોગ કેવી રીતે બનાવવો બ્લોગ ને કેવી રીતે શરૂ કરવો । What is blog in Gujarati

બ્લોગ એટલે શું છે અને બ્લોગ ને કેવી રીતે શરૂ કરવો blog in Gujarati and Earn money

બ્લોગ એટલે શું અથવા બ્લોગીંગ કરવું એટલે કોઈ એક વ્યક્તિના જીવનમાં શું થઈ રહ્યું છે અથવા ઇન્ટરનેટ એટલે કે વેબ પર શું થઈ રહ્યું છે તેનું વર્ણન કરતી ડાયરી. ( પરંતુ આપણે ગુજરાતી માં બ્લોગ ને શું નામ આપીયે? તમને કઈ નામ યાદ આવે તો કોમેન્ટ માં જરૂર જણાવજો) આ એક એવી ડાયરી હોય છે જેના દ્વારા તમે તમારા જીવન વિશે લોકો ને ઓનલાઇન જણાવી શકો છો અથવા તમારા જ્ઞાન ને દુનિયા સુધી પહોંચાડી શકો છો.

"બ્લોગ" શબ્દ એ વેબ લોગ્સ નું ટૂંકું રૂપ છે. વેબ લોગ કદાચ લોકો ને એટલું સારું નહિ લાગ્યું હોય માટે તેઓ એ તેનું ટૂંકું નામ એટલે કે 'બ્લોગ' પાડી દીધું. ( બ્લોગ પણ મસ્ટ લાગે છે નય? )

"બ્લોગ" શબ્દ એ વેબ લોગ્સ નું ટૂંકું રૂપ છે. વેબ લોગ કદાચ લોકો ને એટલું સારું નહિ લાગ્યું હોય માટે તેઓ એ તેનું ટૂંકું નામ એટલે કે 'બ્લોગ' પાડી દીધું. ( બ્લોગ પણ મસ્ટ લાગે છે નય? )


બ્લોગ કેવી રીતે બનાવવો 2022 બ્લોગ ને કેવી રીતે શરૂ કરવો માટે ની માર્ગદર્શિકા


ઓહ... તમારે પણ બ્લોગ લખવાનું ચાલુ કરવું છે? શું વાત છે? તો ચાલો શરુ કરીએ.
તમને મારો અનુભવ જાણવું તો બ્લોગ મેં મારો blog 2009 માં શરુ કર્યો હતો જયારે ભારત માં કોઈ ને ઇન્ટરનેટ વિશે પણ વાત કરીયે તો માથું ખંજવાળે??


હા આતો જીઓ નો આભાર કે JIO પછી બધા ને ખબર પડી કે ઈન્ટરનેટ પણ હોય છે આ દુનિયા માં...
તે પેહલા બસ અમારા જેવા થોડા ઘણા લોકોજ આ પૃથ્વી પર હતા જેમને બી.એસ.એન.એલ અથવા એરટેલ 2G ના અનલિમિટીડ પ્લાન સાથે ઇન્ટરનેટ ની ઘીમી સ્પીડ એ માજા માણી.



તમારે બ્લોગ કેમ બનાવવો જોઈએ અને બ્લોગિંગ માં કેમ જોડાવું જોઈએ?


હું તમને આજે બ્લોગ શરુ કરવા તમારે શું કરવું અને કેવી રીતે એક સુંદર અને ફાયદા કારક બ્લોગ બનાવો તે જણાવીશ. સૌથી શ્રેષ્ટ કારણ બ્લોગ શરુ કરવાનું છે કે તમે તેના થી સારા પૈસા કમાવી શકો છો અથવા એક સારા લેખક બની અને તમારી અવળત, જ્ઞાન દુનિયા સાથે સેર કરી શકો છો.


હું બ્લોગ ને શરૂ કરવા અને કેવી રીતે એક સુંદર અને ફાયદા કારક પોતાના અંગત બ્લોગને સેટ અપ કરવા માટે તમારે શું કરવાની જરૂર છે તે બધું તમને સમજાવીશ.


મિત્રો તમારે બ્લોગ શરુ કરવા માટે 2 વિકલ્પ માંથી એક પસંદ કરી શકો છો કાંતો તમે ફ્રી માં બ્લોગ શરુ કરી શકો છો જેમાં ગૂગલ ના બ્લોગર પ્લેટફોર્મ એક સહેલું અને મફત પ્લેટફોર્મ છે અથવા તમે પ્રોફેસનલ, ચાર્જેબલ અને વધારે સારા પ્લેટફોર્મ એટલે કે વર્ડપ્રેસ થી શરું કરી શકો છો.


હું મિત્રો આજે તમેને ફ્રી બ્લોગ ને સેટઅપ કેવી રીતે કરવો તે જણાવીશ. પૈસા થી પ્રોફેસનલ બ્લોગ માટે હું એક બીજો આર્ટિકલ જરૂર લખીશ માટે તમે મારા આ બ્લોગ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો.



બ્લોગ શરૂ કરવા માટેના 6 પગલાં

  1. બ્લોગ લખવાનો એક વિષય નક્કી કરો
  2. કોઈ એક બ્લોગિંગ પ્લેટફોર્મ પસંદ કરો
  3. બ્લોગીંગ પ્લેટફોર્મ પસંદ કરો ( આપણે અહીંયા ગૂગલ નું બ્લોગર પસંદ કરીશું )
  4. તમારો બ્લોગ સેટ કરો
  5. કસ્ટમાઇઝ કરો અને લોંચ કરો!
સ્ટેપ નંબર 1
બ્લોગ લખવા માટે એક વિષય નક્કી કાર્ય બાદ તમારે તમારા ગૂગલ વેબ બ્રાઉઝર ક્રૉમ અથવા મોઝિલા ફાયરફોક્સ નામક બ્રાઉઝર નો ઉપયોગ કરી www.Blogger.com પર જવાનું છે.


મિત્રો એક વાત યાદ એ રાખવાની છે કે તમે આ બધાજ સ્ટેપ મોબાઈલ ની જગ્યા એ કોઈ કમ્પ્યુટર માં અથવા લેપટોપ માં કરો તો ખુબજ સરળતા રહશે. તેનું કારણ જાણવું તો હજુ સુધી ગૂગલ ના બ્લોગર પ્લેટફોર્મ ની એપ પ્લે સ્ટોર માં ઉપલબ્દ તો છે પરંતુ પૂરતી સગવડ સાથે નથી.

સ્ટેપ નંબર 2


ત્યાર બાદ CREATE YOUR BLOG પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કાર્ય બાદ તમે ગૂગલ લોગીન થવાનું કહેશે તમારે તમારો ઇમેઇલ અને પાસવડ આપીને લોગીન થાય જવાનું છે.

તમારું ઇમેઇલ અને ઇમેઇલ નો પાસવડ આપ્યા બાદ ગૂગલ તમને બ્લોગર ડેશબોર્ડ માં ઑટોમૅટિક લઇ જશે. 

સ્ટેપ નંબર 3




ડેશબોર્ડ માં તમારે Create a new blog શોધી ને તેના પર ક્લિક કરવાનું છે તેનાથી તમને એક પોપઅપ વિન્ડો જોવા મળશે જે ઉપર ફોટો આપેલો છે તે મુજબનું હશે. પોપઅપ વિન્ડો ની વિગત ધ્યાન થી જોઈને ભરવાની રહશે. ટાઇટલ તમારે ગુજરાતી માં રાખી શકો અને address આપ્યું તે તમારે અંગ્રેજી માં અથવા SMS ની ભાષા માં લખશો તો ચાલશે. આ તમારા બ્લોગ નું નામ છે.

ત્યારે બાદ બ્લોગ ની ડિઝાઇન કોઈ એક પસંદ કરવી અને create blog પર ક્લિક કરવું.

ત્યાર બાદ તમારો બ્લોગ સફળતા પૂર્વક બની ગયો છે!!!!  આવોજ એક મેસેજ તમારી સ્ક્રીન પાર દેખાશે અને તમારો પ્રથમ બ્લોગ બની જશે.
સ્ટેપ નંબર 4

બ્લોગ બની ગયા પછી આગળ એક મહત્વનો સ્ટેપ છે તે ધ્યાનથી જુવો.


અહીંયા તમારે create new post પર ક્લિક કરવાનું છે અને આ સ્ટેપ છે જેમાં તમારે નવી પોસ્ટ લખવાની છે.
 સ્ટેપ નંબર 5


મિત્રો તમે આ રીતે અલગ અલગ તમારા વિષય વસ્તુ ને ધ્યાન માં લઈ ને તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો. અને કહ્યા બાદ તમારે પબ્લિશ બટન દબાવાનું રહશે. ત્યાર બાદ તમે view blog પર ક્લિક કરશો તો તમારો બ્લોગ જોય શકશો.

તમારા બનાવેલા બ્લોગથી પૈસા કેવી રીતે બનાવશો?

ઓનલાઇન બ્લોગ ઘ્વારા પૈસા કમાવવા મેહનત અને અનુભવ ની ખુબજ જરૂર પડે છે. તમને હું જણાવીશ કે સીપીસી અથવા સીપીએમ જાહેરાતો સાથે તમે કમાણી કરી શકો છો.

તમારા બ્લોગથી પૈસા કેવી રીતે બનાવશો | how to make money from Blog

દરેક વ્યક્તિ પૈસા કમાવવા ઇચ્છે છે. તમે ખરેખર કમાણી કેવી રીતે કરવી તે વિશે તમને ખાતરી નથી. અથવા કદાચ તમારી પાસે પહેલેથી જ કોઈ બ્લોગ છે અને તમે તેનાથી કમાવાનું  શોધી રહ્યાં છો. તમે કોઈ પણ બ્લોગ વિષય થી બ્લોગ ની શરૂવાત કરી પૈસા કમાવાનું ચાલુ કરી શકો છો.

બ્લોગર્સ પૈસા કમાવવા માટેની સૌથી સામાન્ય રીતોમાંની એક છે તેમની સાઇટ પર જાહેરાતો મૂકી ને, આ જાહેરાતો ક્યાંથી લેવાની? આપણા બ્લોગર ડેશબોર્ડ માં earning વિકલ્પ માંથી જાહેરાત ( એડસેન્સ તેનું નામ છે) ને એકટીવ કરી એપ્રુવલ કરી કામ કરી શકો છો. પૈસા તમે એક આ રીતે પણ કમાવી શકો છો.

કોઈ ની ખાનગી જાહેરાત વેચી શકો છો તમારા બ્લોગ માં, તમારા ધંધા ની જાહેરાત અથવા સર્વીશ થી પણ કમાણી કરી શકો છો.

આ બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરો અને મારી રોજની અવનવી બ્લોગ પોસ્ટ જાણો અને તમારા જીવન માં ઉપયોગ કરો. તમને આ પોસ્ટ ગમી હોય તો તમારો પ્રતિભાવ મને કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવો. અને તમારા મિત્રો ને આ પોસ્ટ શેર કરો.

Post a Comment

Whatsapp Button works on Mobile Device only

Start typing and press Enter to search