ચાઇનીઝ એપ્લિકેશનસ ના વિકલ્પ । Best Chinese Apps Alternatives Gujarati 2022
જેમ તમને ખ્યાલજ છે ભારત સરકારે તાજેતરમાં 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો છે, તેમના કહ્યા પ્રમાણે આ નિર્ણય કરોડો ભારતીય વપરાશકર્તાઓની પ્રાઇવસિ નું રક્ષણ કરવામાં માટે મહત્વનો છે.
ઘણા દેશ માં પેહેલે થીજ ચાઇનીસ વસ્તુ પર BAN મુકેલો છે અને આ નિર્ણય હવે ભારત જેવા દેશ માં લાગુ પડ્યો છે. પરંતુ આવી એપ્લિકેશન BAN થયા પછી આપણે શું કરીશું?
મારું કહેવું એમ છે કે 59 માંથી મોટા ભાગની એપ થી મોટાભાગના લોકો ટેવાઈ ગયા છે. તે તેમના માટે ફક્ત એપ નથી પણ તેમના જીવન નું અંગ બની ગયું હોય એમ છે. સાચું કહું તો બધા ફક્ત એન્ટરટેન્ટમેન્ટ માટેજ આ એપ્સ નો ઉપયોગ નહોતા કરતા ઘણો વર્ગ એવો છે જે ટિક્ટોક જેવી એપ ઘ્વારા લાખો રુપિયા કમાતાં પણ હતા.
બીજા આવા પણ છે જે પોતાના જીવન માં શીખવા અને બદલાવ માટે આવી એપ નો ઉપયોગ કરતા હતા. પરંતુ જો તમે એમાંથી એક છો તો તમારે હવે કોઈજ ચિંતા કરવાની જરૂરજ નથી. તમે મારા બ્લોગ માં આવ્યા છો મતલબ તમને આ બધી સમસ્યા નું સમાધાન તો હું આપીસજ.
તો હાજર છે તમારા માટે નોન ચાઈનીઝ એપ્સ નું લિસ્ટ:
1. ટ્રિલર - Triller (Alternative to TikTok / Likee / Kwai / Vigo / VMate)
ટ્રિલર એ ટીંક્ટો જેવીજ સમાન એપ છે. તે એક સામાજિક વિડિઓ પ્લેટફોર્મ છે આ કંપની કેલિફોર્નિયાની આધારીત છે. ટિક્ટોક ની જેમ આ એપ માં તમે વિડિઓ અપલોડ અને શેર કરી શકો છો. આ એપ મને એટલા માટે ગમે છે કેમકે તેમાં 500 થી વધુ ફિલ્ટર આપવામાં આવ્યા છે તેમનું અલ્ગોરિધમ અને એ બેસડ વિડિઓ એડિટિંગ ખૂબજ અદભુત છે.
2. ShareChat તમે Helo ના Alternative વિકલ્પ તરીકે લઈ શકો
હિલો એ બીજી એક ચાઇનીસ એપ્લિકેશન છે જેને ભારતીય બજારોમાં મોટી સફળતા મળી છે. આ પણ હિલો જેવીજ એક સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ છે. જેમાં તમે તમારા કન્ટેન્ટ ને શેર કરી શકો છો. તમે આ એપ ના વિકલ્પ તરીકે ShareChat એ ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે મોહલ્લા ટેક પ્રા.લિ. દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તેની સ્થાપના અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંઘ અને ફરીદ અહસન દ્વારા કરવામાં આવી હતી.
3. અડોબી સ્કેન ( Adobe Scan ) તમે CamScanner ના વિકલ્પ તરીકે લઈ શકો
CamScanner એ ખુબજ લોકપ્રિય ચાઇનીસ કંપની એ ડેવલપ કરેલ એપ છે. જેનાથી ડોક્યુમેન્ટ સ્કેન કરી શકો છો પરંતુ આ એપ ના વિકલ્પ તરીકે અડોબી સ્કેન નો ઉપયોગ કરી શકો છો હું ઘણા સમય થી અડોબી સ્કેન નો ઉપયોગ કરું છું તે મને ખુબજ ઉપયોગી લાગ્યું છે.
Install Adobe Scan : Android / iOS (Free)
4. Xender/ShareIt ની જગ્યાએ તમે Files by google નો ઉપયોગ કરી શકો છો
મને ખ્યાલ છે તેમ જેન્ડર નો ઉપયોગ તો સૌથી વધારે લોકો કરતા હોય છે જેમને તેનાથી વિશેષ ફીચર જોવતા હોય તો શેર ઈટ નો ઉપયોગ કરે છે પરંતુ અને વિકલ્પ તરીકે હું તમને સજેસ્ટ કરીશ ફાઇલ્સ બાય ગૂગલ આ એપ તમારા ફોન ને ફાસ્ટ બનાવશે અને શરીંગ માટે પણ ઉત્તમ છે.
Install Files : Android (Free)
5. BeautyPlus ની જગ્યાએ તમે Candy Camera નો ઉપયોગ કરી શકો છો
બ્યુટીપ્લસ એક ફોટો એડિટર અને સેલ્ફી ફિલ્ટર એપ્લિકેશન છે. તે વપરાશકર્તાઓને છબીઓમાં ફેરફાર કરવા, અસરો ઉમેરવા, ફિલ્ટર્સ વગેરે ની મંજૂરી આપે છે. તમે આ એપ ની જગ્યા એ Candy કેમેરા અથવા B612 એપ નો ઉપયોગ કરી શકો છો.
મિત્રો બીજી વધારે નોન ચાઇનીસ એપ અમે આ પેજ માં અપડેટ કરતા રહીશું તે માટે અમારા બ્લોગ ને સબસ્ક્રાઇબ અવશ્ય કરો. અને તમને અમારું આ આર્ટિકલ ગમ્યું હોય તો અવશ્ય જણાવજો.
આભાર.